તરંગ પેકેટ એટલે શું? જરૂરી આકૃતિનો ઉપયોગ કરીને સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જુદી જુદી તરંગલંબાઈ ધરાવતા તરંગોના સંપાતીકરણથી મળતા પરિણામી તરંગને તરંગ પેકેટ કહે છે.
ઈલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગ અનંત અવકાશમાં વિસ્તરેલું હોતું નથી. તે એક મધ્યમાન તરંગલંબાઈની આસપાસ વિસ્તરેલું તરંગ પેકેટ છે.
આ સ્થિતિમાં $\Delta x$ અનંત હોતું નથી,પરંતુ તેનું કોઈ ચોક્કસ મૂલ્ય હોય છે જે તરંગ પેકેટના વિસ્તાર પર આધાર રાખે છે.
વળી,તરંગ પેકેટની તરંગલંબાઈ નિશ્ચિત હોતી નથી,પરંતુ તે મધ્યમાન તરંગલંબાઈની આસપાસની ઘણી બધી તરંગલંબાઈઓનું બનેલું હોય છે.
ડી-બ્રોગ્લી સંબંધ અને બોર્નના સંભાવના અર્થઘટનનો ઉપયોગ કરીને તરંગ પેકેટના વર્ણન દ્વારા હાઈઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને ચોક્કસપણે તારવી શકાય છે.
આકૃતિ $(a)$ માં તરંગ પેકેટની યોજનાબદ્ધ આકૃતિ દર્શાવેલ છે અને આકૃતિ $(b)$ માં નિશ્ચિત તરંગલંબાઈ ધરાવતું વિસ્તૃત તરંગ દર્શાવેલ છે.

Explore More

Similar Questions

આ પ્રશ્નમાં વિધાન-$1$ અને વિધાન-$2$ આપેલા છે. વિધાનો પછી આપેલા ચાર વિકલ્પોમાંથી,જે બે વિધાનોનું શ્રેષ્ઠ વર્ણન કરે છે તે પસંદ કરો.
વિધાન-$1$: ડેવિસન-ગર્મર પ્રયોગે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સ્થાપિત કરી.
વિધાન-$2$: જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવતા હોય,તો તેઓ વ્યતિકરણ (interference) કરી શકે છે અને વિવર્તન (diffraction) દર્શાવી શકે છે.

ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવની પ્રાયોગિક ચકાસણી કોણે કરી હતી?

ડેવિસન-ગર્મરના પ્રયોગમાં,નિકલનો સ્ફટિક ......... તરીકે વર્તે છે.

બે અલગ-અલગ આદર્શ વાયુઓ,એક ઇલેક્ટ્રોનનો અને બીજો પ્રોટોનનો,સમાન સંખ્યામાં કણો ધરાવે છે તેમ વિચારો. બંને વાયુઓનું તાપમાન સમાન છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનના સ્થાન નક્કી કરવામાં અનિશ્ચિતતાનો ગુણોત્તર કોના પ્રમાણમાં છે :-

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A:$ ઇલેક્ટ્રોનનો બીમ તરંગ પ્રકૃતિ દર્શાવે છે અને વ્યતિકરણ (interference) અને વિવર્તન (diffraction) પ્રદર્શિત કરે છે.
કારણ $R:$ ડેવિસન-ગર્મર પ્રયોગે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને પ્રાયોગિક રીતે ચકાસી હતી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo